મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલા દિવસે શાકભાજી અને ફ્રુટ વેચતા બહેનોને મોટી છત્રિઓનું વિતરણ કરાયું

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે “છાયડો” પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફ્રુટ વેચતા બહેનોને મોટી છત્રિઓનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેઓને તડકા સામે રક્ષણ મળી શકે અને એ બહેનોના હાથેથી જ દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું

સેવાના આ સારા કાર્યમાં સહયોગી ચોકસી બ્રધર્સ જ્વેલર્સ બન્યા હતા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ તેમનો આભાર માન્યો હતો ક્લબ મેમ્બર્સ શોભનાબા, પ્રીતિબેન, નયનાબેન, મનીષાબેન, પાયલબેન, સુનિતાબેન, કવિતાબેન અને કોમલબેન હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો