મોરબી લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ખાતે ૧૩ મોં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન યોજાઈ

લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ, મોરબી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોલેજ ના ભુતપૂર્વ વિધાર્થીઓ નું સંગઠન લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દર વરસે કોલેજ ની વિવિધ શાખાઓ અને વિષયો માં ટોપ કરતા વિધાર્થીઓ ને ગોલ્ડ મેડલ એનાયત કરી તેમની સિધ્ધિઓ ને નવાજે છે.

તાજેતરમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા ૧૩ મો ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન તારીખ ૦૬ માર્ચ ૨૦૨૪ ના લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ મોરબી ખાતે ખુબજ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણ વચ્ચે યોજાઈ ગયો.

કોરોના મહામારી ને કારણે વચ્ચે ના સમય માં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન નું આયોજન થઈ શક્યું ન હતું એટલે આ વખતે વર્ષ ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ ના ટોપર વિધાર્થીઓ ને એકસાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.કુલ ૩૬ ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગોલ્ડ મેડલ મેળવી ને વિધાર્થીઓ ખુબ જ ખુશ થતા દેખાયા, જ્યારે તેમના માતા પિતા ખુબજ ભાવુક બની જતા નજરે પડ્યા. ગોલ્ડ મેડલ વિધાર્થીઓની મહેનત અને સફળતાને બીરદાવવા સાથે પોતાના સંતાનોની પ્રગતિ જોઈ સંતોષ અને આનંદ થી વાલીઓને ભાવુક કરે છે.

આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. ના ચીફ જનરલ મેનેજર સુશ્રી ધારા વ્યાસે ઉપસ્થિત રહી ને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધારા વ્યાસ પણ મોરબી લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ના ભુતપૂર્વ વિધાર્થીની છે.

કાર્યક્રમ ના અતિથિ વિશેષ લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી બી.એમ. સુથાર સાહેબ લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન ને હરહંમેશ સહયોગ આપે છે. વિધાર્થીઓ ના ઉત્કર્ષ માટે ની દરેક કામગીરીમાં તેમનો હકારાત્મક અભિગમ પ્રશંસા ને પાત્ર છે. ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન ની સાથે કોલેજના ભુતપૂર્વ વિધાર્થીઓ માટે ગેટ ટુ ગેધર કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯૬૮ થી લઈને ૨૦૨૩ પાસ આઉટ થયેલા ૨૨૫ થી વધારે ભુતપૂર્વ વિધાર્થી મિત્રો એ સાથે મળીને ખુબ આનંદ કર્યો.

આમ પણ તમે કોલેજ કેમ્પસમાં દાખલ થાઓ એટલે ફરીથી યુવાન બની જવાય તમે આપોઆપ ડાન્સ કરવા લાગો, મસ્તી અને તોફાનના વિચારો આવે! એવું બન્યું પણ ખરું કોલેજ ના છોકરાઓ ને ડાન્સ કરતા જોઈ ને ૫૦ થી લઈને ૭૫ વરસ ના લેન્કો મિત્રો પણ સ્ટેજ પર ચડી ને ધમાલ મસ્તી અને ડાન્સ કરવા લાગ્યા હતા.

ઉપરાંત લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હરીશ રંગવાલા ના સહયોગથી લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા કોલેજમાં ૨૦ ફુલ્લી ઈકવીપડ કોમ્પ્યુટર સાથે નવી લેન્ગવેજ લેબ શરૂ કરવામાં આવી કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા ફુલ્લી ફર્નીશ્ડ ઓફિસ તૈયાર કરવામાં જેથી કોલેજ કેમ્પસમાં આવતા ભુતપૂર્વ વિધાર્થીઓ હવે ઓફીસ માં બેસીને ગેટ ટુ ગેધર નો આનંદ લઇ શકશે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, વાઈસ પ્રેસિડેન્ટ હસમુખ ઉભડીયા, સેક્રેટરી જયદેવ શાહ અને નરસંગ હુંબલે ભારે જહેમત ઉઠાવી હતી.

લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન મોરબી ચેપ્ટરના પ્રેસિડેન્ટ પરેશ પટેલનો આ તકે ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.