મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય રાકેશભાઈ બરાસરાના જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સુકીભાજી, ગુલાબજાબું, દહીં, થેપલા સહિતનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર લગધીરકા મેડમ, તથા ગ્રુપની બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.