વાંકાનેર : ગારિયાનાં સરપંચ સહિતનાઓએ કેસરિયો ધારણ કર્યો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જાણે કોંગ્રેસને બાઈ બાઈ કહેવાની સીઝન શરૂ થઈ હોય તેમ રાજ્યમાં એક બાદ એક મોટા ગજાના નેતાઓ ભાજપ પ્રવેશ કરી કેસરિયા રંગે રંગાઈ રહ્યા છે.

એક કાર્યક્રમમા તાલુકાના ગારીયા ગામના સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહિત ૨૦૦ કાર્યકરો સાથે ભાજપ પ્રવેશ કરેલ છે તેમજ લુણસર ગામના અનેક લોકોએ પણ કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
સરપંચ સહિતાઓએ ભાજપ પ્રવેશ કરેલ ત્યારે ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા જિલ્લા તાલુકાના હોદેદારો પદાધિકારીઓ દ્વારા સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહિત તમામ કાર્યકરોને આવકાર્યા હતા.