વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જવાહર વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ

વાંકાનેર, કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.6 થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે,જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રકારની અને ખુબજ કઠીંન હોય છે, આ JNV પરીક્ષામાં વઘાસિયા પ્રાથમિક શાળાના જગોદણા જેનીલ નરેશભાઈએ માતા પુનમબેન તથા પિતા નરેશભાઈ દ્વારા તૈયારી કરાવેલી તેમજ શાળાના બધા શિક્ષકો દ્વારા ખૂબ તૈયારીના પરિણામના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે.શાળા પરિવાર તરફથી જેનિલને શુભેચ્છાઓ પાઠવેલ છે.