મોરબીમાં 13 એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

મોરબીના ઉમા ટાઉનશીપમાં F-૫૦૨ પટેલ હાઇટ્સ ખાતે આગામી તા.13 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે.

તો સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આયોજક લક્ષ્મણભાઈ સામજીભાઈ ટીટોડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે મો.96876 50950 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.