ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુથી તેમની સહાયતા અર્થે સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબીના જુના શિશુ મંદિર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જન્તીભાઈ ભાડેસિઆ, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, મોરબી સંસ્કારધામના પ્રેમ સ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.