મોરબીમાં નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરએ ચૈત્રી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા.13 શનિવારે રાત્રે 9 વાગે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમના સંગાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માતાજીના રાસ ગરબાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તો દરેક બહેનો દિકરીઓને રાસ ગરબા રમવા પધારવા ધકકાવાળી મેલડી મંદિર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.