સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઉજવણી કરાઈ

સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે શ્રી બાબા આંબેડકર સાહેબની 133 મી જન્મ જયંતીના ઉપલક્ષે પ્રેરણા રૂપ ઉજવણી કરવામાં આવી હતી બાબા સાહેબ ના જીવન ચરિત્ર ઉપર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વક્તવ્ય, નાટક, ગીત રજૂ કરવામાં આવ્યા .શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ બાબા સાહેબ ના જીવન ઉપર લખાયેલું રાષ્ટ્રપુરુષ ડોક્ટર આંબેડકર ( કિશોર મકવાણા લેખિત) પુસ્તકનો પરિચય આપ્યો હતો.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન મયંકભાઈ રાધનપુરા તેમજ વિવેકભાઈ શુક્લે કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ ,શિક્ષકો તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અંતે મતદાન જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો.