તા.12 એપ્રિલ 2024ના મોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને પ્રસિદ્ધ હાસ્યલેખક ડૉ. અમૃત કાંજિયા ચાલુ સત્રાંતે વયનિવૃત્ત થતા હોઈ શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું.
ડૉ. અમૃત કાંજિયાનું પ્રદાન પ્રા. શિક્ષણ ઉપરાંત હાસ્યસાહિત્યમાં 5 નિબંધસંગ્રહો, 2 અનુવાદિત બુક, GIET માં 8 કાર્યક્રમો, પ્રૌઢશિક્ષણ માટે 6 રેડિયો નાટ્ય સ્ક્રિપ્ટ, ઉપરાંત 27 જેટલા આકાશવાણી કાર્યક્રમો જેવી રસની પ્રવૃત્તિ રહી છે. સંદેશના ‘સ્ત્રી’ મેગેઝીનમાં 6 વર્ષ હાસ્ય વ્યંગ આર્ટિકલ લખ્યા છે. છેલ્લા 24 વર્ષથી ઉમિયા પરિવારમાં એમના હાસ્યવ્યંગ લેખો પ્રકાશિત થાય છે.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત આંબાવાડી સી. આર. સી. કૉ ઓર્ડિનેટર બાબુલાલ દેલવાડિયા સાહેબે એમની સાથેના સંસ્મરણો કહ્યા. તા. શા. આચાર્યશ્રી ધીરુભાઈ જાકાસણીયા તેમજ રજનીભાઈ વાંસજાળીયાએ નિવૃત્ત થતા મુ.શિ.નું સાલ ઓઢાડીને સન્માન કર્યું. ગોકુળનગર શાળાના આચાર્ય અને HTAT મુ.શિ. સંઘ મોરબીના પ્રમુખ વિનોદભાઈ ગોધણીએ અને વજેપરવાડી શાળાના આચાર્ય કિશોરભાઈ સવસાણીએ મોમેન્ટો- શાલ અર્પી, શુભેચ્છાઓ આપી. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિનર સભારાવાડી શાળાના આચાર્ય વિજયભાઈ દલસાણીયાએ સન્માનીતની કારકીર્દિ પર પ્રકાશ પાડ્યો.
ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ અને સી. આર.સી. કોર્ડિનેટર શૈલેષભાઈ સાણજા એ કાંજીયા સાહેબના રસરુચિ અને કાર્યક્ષમતાનો પરિચય કરાવ્યો. એમની સાથેના શિક્ષણ અને તાલીમોના દિવસો યાદ કરી શુભેચ્છાઓ વ્યક્ત કરી. લાયન્સનગર (ગો) શાળાના આચાર્ય નુતનબેન વરમોરા અને સ્ટાફના બહેનોએ મળીને શાલ, પુષ્પગુચ્છ, શ્રીફળ અને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવી.
Smc મેઘાણીના અધ્યક્ષ રામજીભાઈ ડાભી, પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રભાઈ પરમાર, smc સભ્ય પ્રભુભાઈ ડાભી શિક્ષણવિદ પ્રભુભાઈ વડાવિયા તેમજ અનેક વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શાબ્દિક સ્વાગત, સંચાલન અને આયોજન જયેશભાઈ બાવરવા (મંત્રી, શહેર શિ. મંડળી) તેમજ વ્યવસ્થા દિનેશભાઈ કુંડારિયાએ સંભાળી હતી. આભારવિધિ આસિ. નિરુલત્તાબેન બોડાએ કરી હતી. શાળા સ્ટાફ અને બાળકો દ્વારા ખૂબ જ ભાવપૂર્વક અને લાગણીસભર વિદાયસન્માન અર્પણ કરાયું.