ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવા માં આવ્યુ છે ત્યારે સપ્તાહ માં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવા માં આવ્યા હતા
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના શ્રી ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓનું શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહ ના આયોજક શ્રી સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા માં આવ્યા હતા.