અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીહીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએ લીઘો ભાગ જેમા counsulate General of india Atlanta(USA) ના કોન્સ્યુલ જનરલ L Rameshbabu દ્વારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ,
જેમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશ કુંડારીયા જોડાયેલ, હાલ મોરબી સીરામીક ટાઈલ્સ માટે અમેરીકા સૌથી મોટુ માકેઁટ છે વષઁ ૨૦૨૩-૨૪ મા મોરબીથી ૧૫૦૦ કરોડનુ એક્સપોટઁ ફક્ત અમેરીકામા જ કરેલ છે, પરંતુ ૪-૫ દિવસ પહેલા જ અમેરીકા દ્વારા ભારતથી એક્સપોટઁ થતી ટાઈલ્સ ઉપર એન્ટીડંમ્પીંગ લગાવવા પીટીશન ફાઈલ કરેલ હોવાથી આ એક્ઝીહીબીશનમા તેની માઠી અસર જોવા મળેલ તેમજ મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો પડેલ છે, આ બાબતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સ મા પણ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા દ્રારા એન્ટીડપીંગ ડ્યુટીના પ્રશ્ર્નની વાત રજુ કરેલ