ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્રારા વિશ્વ મેલરીયા દિવસની ઉજવણી કરાઈ

ચાલુ વર્ષની થીમ- વધુ સમાન વિશ્વ માટે મેલરીયા સામેની લડાઇને વધુ વેગ આપીએ

ઉપરોકત થીમ ને અનુસંધાને આજ રોજ ત-૨૫/૦૪/૨૦૨૪ ના રોજતાલુકા હેલ્થ ઓફિસ ટંકારા હેઠળના તમામ આરોગ્ય કેંન્દ્રો દ્રારા વિશ્વ મેલરીયા દિવસની ઉજવણી કરવામા આવેલ

વાહક જન્ય રોગો જેવાકે મલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ ના નિયંત્રણ અને અટકાયતી પગલા માટે લોકીએશુ તકેદારી રાખવી તે બાબતે લોકોમાં જનજાગ્રુતિ લાવવા માટે પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્રારા લોકોમાં જનજાગ્રુતી લાવવા પ્રયાસ કરવામાં આવેલ જેમાં શાળાની મુલાકતો કરી પોરા ભક્ષક માછલી મચ્છરના પોરાનુ ભક્ષણ કઈ રીતના કરે છે તેનુ નીર્દશન બતાવેલ તેમજ આ બાબતે શાળામાં હેલ્થ એજ્યુકેશન આપવામાં આવેલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વાહક જન્ય રોગોથી બચવા અંગેનુ સંદેશો આપતી રંગોળી બનાવવામાં આવેલ ઉપરાંત રેલી,પત્રીકા વીતરણ, વ્યક્તિગત સમ્પર્ક તેમજ જુથ ચર્ચા જેવા પ્રચાર પ્રસાર મધ્યમો દ્રારા લોકોમાં જનજાગ્રુતી લવવા માટે કામગીરી હાથધરેલ.

આ ઉપરાંત તા-૨૨/૦૪/૨૦૨૪ થી તા-૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન વાહક જન્ય રોગ ચાળા અટકાયતી અને નિયત્રણ અંતર્ગત ચાલી રહેલ સઘન સર્વેલન્સ કામગીરી પણ આજરોજકરવામાં આવેલ. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસ ડો. ડી.જી.બાવરવા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્ર પટેલ હિતેશકે. તથા દરેક પ્રાથમિક આરોગ્ય કેંન્દ્રોના મેડીકલઓફિસર, સુપરવાઇઝર ઓના માર્ગદર્શન હેઠળ તાલુકાના અઆરોગ્ય કર્મચારીઓ અને આશા બેહનો દ્રારા કામગીરી કરવામાં આવેલ.