ઘુંટુ પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલ

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રીએ સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી.

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓને તેમણે સૂચના આપી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું  હતું.

આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.