મોરબી ખાતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે

લોકસભા ની ચુંટણી સંદર્ભે મોરબી લોહાણા સમાજની કચ્છ લોકસભા બેઠક ના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્યની મીટીંગ નું આયોજન

લોકસભા ની ચુંટણી ના મતદાન ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલ તા.૩૦-૪-૨૦૨૪ મંગળવાર ના રોજ સાંજે ૫ કલાકે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ના કાર્યલય, ઉમા ટાઉનશીપ ખાતે મોરબી લોહાણા સમાજ ના આગેવાનો તથા લોકો ની કચ્છ લોકસભા બેઠક નાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્ય ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ છે.

આ મીટીંગ માં બહોળી સંખ્યા માં મોરબી લોહાણા સમાજ ના આગેવાનો તથા દરેક લોકોને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ-ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ,શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ-નિર્મિતભાઈ કક્કડ, ઉપપ્રમુખ-ભાવીનભાઈ ઘેલાણી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ખજાનચી-હરીશભાઈ રાજા, ટ્રસ્ટી-દીપકભાઈ સોમૈયા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ-હસુભાઈ પુજારા, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ અધ્યક્ષ-ભાવનાબેન સોમૈયા, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ ના અગ્રણી નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા સહીતનાઓ દ્વારા અનુરોધ કરાયો છે.