નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા, સ્પર્ધાત્મક પરીક્ષાના ધુરંધર – નવયુગ ફેંકલ્ટીના જગતદાન ગઢવી તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

પ્રતિકભાઈએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ઉદાહરણ આપીને ખૂબ મોટિવેટ કર્યાં હતાં, જયારે જગતદાનએ પરીક્ષાનો સંપૂર્ણ રોડમેપ સમજાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ કાંજીયાએ લાઈવ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનું શું મહત્ત્વ છે તે સમજાવી 90 ટકા ઉપર રિઝલ્ટ લાવવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

મનહરભાઈ શુદ્રાએ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. કાંજીયાની ઉપસ્થિતિ અને પ્રેરણાથી ઍકેડેમીના ડાઇરેક્ટર દુષ્યંતભાઈ, કાજલબેન તથા છાત્રાપાલભાઈએ જહેમત ઉઠાવી સેમિનારને સફળ બનાવ્યો હતો.