વહીવટી તંત્રના વાહાનમાં: વાંકાનેરમાં વરિષ્ઠ નાગરિકે આપ્યું મતદાન

મન હોય તો માળવે જવાય તે કહેવતને વરિષ્ઠ મતદાતા સાર્થક કરી રહ્યા છે મોરબી જિલ્લામાં સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકને વહીવટી તંત્ર દ્વારા પોતાના વાહનમાં બેસાડીને બુથ સુધી પહોંચાડયા હતા અને મતદાન કરાવ્યું હતું.

મોરબી જિલ્લામાં અનેક વરિષ્ઠ નાગરિકો – દિવ્યાંગ નાગરિકો વહીવટ તંત્ર દ્વારા સ્પેશિયલ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદારોને મતદાન બુથ સુધી પહોંચવામાં આવી રહ્યા છે.