મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મતદાર નિરાલીબેન ભૂત

ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન ખૂબ આવશ્યક છે. આજે મહદ અંશે લોકો મતદાનનું મહત્વ સમજતા થઈ ગયા છે અને મતદાન માટે જાગૃત બની અવશ્ય મતદાન કરી રહ્યા છે. ત્યારે મોરબીના નિરાલી બેન આકાશભાઈ ભૂત મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે હું મોરબીની મતદાર છું. મને જ્યારથી મતદાન મતદાન કરવા નો અધિકાર મળ્યો છે ત્યારથી આજ સુધી ક્યારે પણ મતદાન કરવાનું ચૂકી નથી. આજ સુધી આવેલી તમામ ચૂંટણીઓમાં મેં અચૂક પણે મતદાન કર્યું છે અને આગામી સમયમાં પણ અવશ્ય મતદાન કરીશ જ. વધુમાં તેમણે મોરબી વાસીઓને આજ સાંજ સુધીમાં અવશ્ય મતદાન કરવા પણ જણાવ્યું હતું.