મોરબી : શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી સન્માન કરાયું

*મોરબીના શતાયુ મતદાર ઉજિ બેન સુરેલાએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ*

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઇ મોરબી જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરમપુર ખાતે મતદાન કરવા આવેલા શતાયુ મતદાર ઉજિબેન સુરેલા મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

વયોવૃદ્ધ ઉજિ બેન મેરુભાઈ સુરેલાએ વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો. તેઓ પોતાની અગવડતાને અવગણી વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પોતાનો પવિત્ર મત આપવા આવ્યા હતા. અન્ય મતદારોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

મોરબી તાલુકાના ધરમપુર ખાતે મતદાન કરવા આવેલ ઉજિબેન મેરુભાઈ સુરેલાનું મતદાન મથક પર આવકાર આપ્યો હતો. મામલતદાર નિખીલ મહેતાએ શાલ ઓઢાડી શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું સન્માન કર્યું હતું .