મોરબી : પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા શોભા ગઢીયા

‘I Am First Voter’ – પહેલીવાર મતદાન કરતા યુવાનોમાં જોવા મળી રહ્યો છે થનગનાટ

લોકસભાની ચૂંટણી અન્વયે આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાન માટે મોરબીમાં સારો એવો માહોલ સર્જાયો છે. ચૂંટણી હોય એટલે લોકોમાં ઉત્સાહ હોવો એ સામાન્ય વાત છે પણ જે પહેલીવાર મતદાન કરતા હોય તેમનો રોમાંચ કંઈક અનેરો જ હોય છે.

મોરબીમાં પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા શોભા ગઢીયા જણાવે છે કે, હું મારા મતાધિકારનો પહેલીવાર ઉપયોગ કરી રહી છું. લોકસભાની ચૂંટણી અન્વયે મેં આજે પહેલીવાર મતદાન કર્યું છે. ભારતના વિકાસ માટે અમે યુવાનો પ્રયત્નશીલ છીએ અને આગળ પણ સતત પ્રયત્ન કરતા રહીશું. લોકશાહીની ફરજ અદા કરવા અને દેશના વિકાસ માટે સમય અવશ્ય મતદાન કરવું જોઈએ.

મતદાન સમયે સામાન્ય મતદારોની સરખામણીએ પહેલીવાર મતદાન કરતા યુવા મતદારોમાં ખાસ થનગનાટ જોવા મળતો હોય છે ત્યારે મોરબી જિલ્લામાં અનેક યુવાનો પહેલીવાર મતદાન કરી થનગનાટ અનુભવી રહ્યા છે.