પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાયેલ જવાબદારી

મોરબીના પૂર્વ ધારાસભ્ય  અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેમણે સફળતા પૂર્વક જવાબદારી વહન કરેલી. તે પૂરી થતાજ પંજાબ રાજ્યના “આનંદપૂરસાહેબ” બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવેલી છે. કે જ્યાં લોકસભાની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં ૧ લી જૂને મતદાન થવાનું છે.

આ પૂર્વે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતનાં ભાજપના પ્રદેશ ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી ખૂબ નિષ્ઠા અને મહેનત કરીને પૂરી કરી છે. તેઓને વિવિધ તબક્કે ગુજરાતમાં વિવિધ સ્થળોએ G – ૨૦ ના સેમિનાર, પ્રબુધ્ધ નાગરિક સંમેલન તેમજ પંચાયત પ્રશિક્ષણના વિવિધ ઝોનમાં પણ પ્રદેશ ભાજપ તરફથી સોંપાયેલ કામગીરી પૂરી ખંત અને નિષ્ઠાથીનિભાવી છે. પંજાબ રાજ્યના પ્રભારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બ્રિજેશ મેરજાએ આ નવી જવાબદારી અંગે માર્ગદર્શન મેળવીને પંજાબની આ ઐતિહાસિક અને ધરોહર ગણાતી “આનંદપૂરસાહેબ” બેઠકની ચૂંટણીની જવાબદારી વહન કરવા તેઓ ટૂંક સમયમાં પંજાબ પંહોચી જશે અને ત્યાં તા. ૧ લી જૂને યોજાનાર ચૂંટણી સુધી પંજાબમાં રોકાણ કરશે. જેથી તેઓ મોરબીમાં તેમના આ પંજાબ પ્રવાસને કારણે મળી શકશે નહીં. પરંતુ તેમનું જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ લોકો માટે ખુલ્લુ રહેશે