મોરબી : ‘આપ’ દ્વારા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ જામીન મળતા ઉજવણી કરાઈ 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં મોરબી જીલ્લા ખાતે ‘આપ’ મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા તેમજ મોરબી જીલ્લા મહામંત્રી ભાવીન પટેલ- એડવોકેટ ની આગેવાની માં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
જેમાં મોરબી જીલ્લા મહામંત્રી ભરતભાઈ બારોટ,  મોરબી જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જીલ્લા ઉપ પ્રમુખ ઇક્બાલભાઈ બ્લોચ, યુવા ઉપપ્રમુખ પરીમલ કૈલા અને ઝેનિથ ચડાસનીયા તથા યુવા કાર્યકર્તા- જયેશભાઈ સારેસા હર્ષ ભેર જોડાયા હતા