મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સગાઈ પ્રસંગ ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.સ્વાતિબેન રાંકજા તથા ડો. સાવનભાઈ અઘારા
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતર માં થઈ હોય, તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો.સ્વાતિબેન રાંકજા ના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો. સાવનભાઈ અઘારા, ડો. સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.