ટંકારા : ઓરપેટ વિદ્યાલયનું એસ.એસ.સી.નું 100% પરિણામ

ટંકારા,શ્રી સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયનું વર્ષ 2024 નું ધોરણ 10 નુ ઝળહળતું 100 % પરિણામ આવેલ છે,148 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપેલ અને બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થયેલ છે. જેમાં 11 (અગિયાર) વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ, 33 વિદ્યાર્થિનીઓને A2 ગ્રેડ, ગણિત માં 5 વિદ્યાર્થીનીઓને 100 માંથી 100 તથા શાળા પ્રથમ જીવાણી પ્રીતિશા 99.80 PR સાથે ટંકારા તાલુકામાં દ્વિતીય ક્રમે છે. શાળાનું પરિણામ ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમે છે.

આ તકે સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ. જયરાજબાપાની શિક્ષણ માટે ભેખ ધારણ કરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ સાર્થક થતી જણાય છે.તેમના પ્રયત્નોથી આજે આ વડલો વટવૃક્ષ બનીને દીકરીઓને શિક્ષિત કરી રહ્યો છે. સુંદર પરિણામ બદલ સર્વે શાળા પરિવાર અને ટ્રસ્ટ પરિવાર સર્વે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવેલ છે.