મોરબી : પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી પરિણીતાને ઘરે પરત કરાવતી અભયમ ટીમ

પતિ ના ત્રાસથી ૧ બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ તેમના પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

તારીખ ૧૯/૦૫/૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી ઈન્દિરા નગરમાં એક દુકાન પાસે છેલ્લા છ કલાકથી બેઠા છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને કોઈ નુ કાંઈ પણ માનતા નથી મહિલા સાથે તેમનું એક બાળક પણ છે મહિલા ખુબ જ રડે છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ ખૂબ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલા ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે મહિલા હાલ તેઓ ઉતરપ્રદેશના હોય અને મોરબી માં એક કંપનીમાં કામ કરવામાં માટે છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીમાં રહેતા હતા મહિલા તેના પતિ અને તેમના બાળક સહિત ના પરિવાર સાથે રહે છે મહિલા ના પતિ રોજ -રોજ દારૂ પીને મહિલા સાથે મારઝુડ કરતા હોય તેમજ ઘરમાંથી નીકળી જવાની વારંવાર ધમકીઓ આપતા હતા અને ઘર ખર્ચ માટે ઘરમાં પૈસા આપતા ન હતા તેમજ દારૂ પીને રોજ ઘરે આવીને ગેરવર્તન કરતા હતા અને રોજ -રોજ નાની -નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા માટે મહિલા આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને તેમના બાળક ને સાથે લઇ ને કોઈ ને પણ જાણ કર્યા વિના વહેલી સવારે ઘરેથી નીકળી ગયાં હતાં આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી મહિલા મુજાયેલી હતી.

ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલા ને આશ્વાસન આપેલ અને મહિલા ને સમજાવેલ કે આવી રીતના ક્યારેય પણ ઘરેથી ન નીકળી જવા તેમજ જીવનમાં ક્યારેય પણ આપઘાત નહીં કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

ત્યારબાદ તેમના પતિનું સરનામું પુછેલ અને કંપનીનું સરનામુ પુછેલ તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ સાથે વાતચીત કરેલ અને તેમની કંપની માં ગયેલા બાદમાં મહિલાએ જણાવેલ કે તેમના પતિ અને બાળક એમ ત્રણ સભ્યો જ રહે છે તેમના બીજા કોઈ સગા સંબંધી રહેતા નથી.મહિલાના પતિ એ જણાવેલ કે મહિલા નાની -નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે અને ઘરની બહાર નીકળી જાય છે.૧૮૧ ટીમે મહિલા ના પતિ નું કાઉન્સિલીગ કરતા જણાવેલ કે મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે મહિલા સાથે ગેરવર્તન ન કરવા અને માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ અને મહિલા સાથે તેમજ બાળક સાથે અયોગ્ય વર્તન ન કરવા તેમના પતિને સમજાવટ આપવામાં આવી.તેમજ મહિલા અને બાળક નું ધ્યાન રાખવા જણાવેલ.

આમ મહિલા એ જીવનમાં ક્યારેય પણ આપઘાત નો વિચાર પણ નહિ કરે અને ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ.જેને લઈ તેમના પતિ અને કંપનીના માલિક ટીમનો આભાર વ્યક્ત કર્યો.