મોરબી : લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબૂકનું વિતરણ કરાશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૭-૬-૨૦૨૪ શુક્રવાર થી શરૂ, શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે.

શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ નું આયોજન તા.૭-૬-૨૦૨૪ શુક્રવારથી તા.૯-૬-૨૦૨૪ રવિવાર સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવા માં આવેલ છે. ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૪ ની માર્કશીટ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ ૨૦૨૪ ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટ ની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી.

પ્રવર્તમાન વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ માં જે.ડી.મીરાણી (એડવોકેટ),નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ. ચુનીલાલ કાલીદાસ કાથરાણી પરિવાર, પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (મામા દલાલ)પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ (હ.વિરલભાઈ બુધ્ધદેવ),સ્વ. હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે તેમ શ્રી લોહાણા મહાજન-મોરબી ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.