મોરબી શહેરમાં ગાંધી ચોક પાસે આવેલી સરકારી હોસ્પિટલમાં મોરબી ઇન્ડિયન લિયો ક્લબના બાળકો દ્વારા હાલમાં શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોવાથી નવજાત બાળકોને મચ્છરજન્ય ચેપ ન લાગે તે માટે નવજાત શિશુઓને 40 થી વધારે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું , આજના બાળકો આવતીકાલના જવાબદાર નાગરિક બને તેવા હેતુથી શરૂ કરાયેલી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં મોરબી ઇન્ડિયન લિયો ક્લબના પ્રેસિડેન્ટ એન્જલ બા ઝાલા, સેક્રેટરી શ્રેયા ઘોડાસરા ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રેયા પંડ્યા અને નિત્યા ઘોડાસરા ,તપન વેદ ,હેતવી પંડિત ,અંશ મનસુખભાઈ તેમજ અન્ય સભ્યોએ હાજરી આપી હતી.
આ પ્રોજેક્ટના દાતા શ્રેયા ઘોડાસરા તેમજ નિત્યા ઘોડાસરાનો , તેમજ સમગ્ર સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ ડોક્ટર ટીમનો પ્રેસિડેન્ટ એન્જલ બા ઝાલાએ ખુબ ખુબ આભાર માન્યો હતો . કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સેક્રેટરી તેમજ ઇન્ડિયન લિયો ક્લબના પ્રણેતા પ્રીતિબેન દેસાઈ ,ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ,સાધનાબેન ઘોડાસરા ,પારુલબેન પરમાર, કામિનીબેનસિંગ ,હીનાબેન પરમાર તેમજ બિંદીયાબેન મહેતાએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો