પર્યાવરણ જાળવણી અંગેના શુભ કાર્યમાં જોડાવવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ; જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવો
મોરબી જિલ્લાના પ્રત્યેક ગામોમાં જુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની રક્ષાના આ શુભ કાર્યમાં સ્વયંસેવક તરીકે જોડાવા ઇચ્છુક હોય તેવા યુવાનો, વડીલો, અને નિવૃત અધિકારીશ્રીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના મોબાઈલ નંબર ૮૭૫૮૬૬૮૬૩૯ અથવા મો. ૯૭૩૭૯૧૧૬૮૭ પર પોતાનું નામ નોંધાવી આ શુભ કાર્યમાં સહભાગી થઈ શકે છે તેવું મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.