મોરબીના પૂર્વ DY DPEO ના દિકરીના ઘરે દિકરીનો જન્મ થતા નાના બનવાની ખુશીમાં શાળામાં વૃક્ષારોપણ કરાવ્યું

મોરબી જિલ્લાના પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવરના દીકરીના ઘરે દીકરીનો જન્મ થતાં નાના બનવાની ખુશાલી પ્રસંગે શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં પોતાના હસ્તે કરંજનું વૃક્ષ રોપી પોતાના નાના બનવાની ખુશાલી વ્યક્ત કરવામાં આવી. આ અગાઉ પણ એમને શકત શનાળા પ્લોટ શાળામાં વડનું વૃક્ષ વાવેલ જે આજે ઘટાદાર બની ગયું છે જે જોઈને સાહેબ અત્યંત ખુશી વ્યકત કરી શાળા પરિવારને અભિનંદન પાઠવેલ.

સી.સી.કાવર એક વૃક્ષપ્રેમી વ્યક્તિ છે તેઓના કાર્યકાળ દરમિયાન અનેક શાળામાં અને જાહેર જગ્યાએ અનેક વૃક્ષો વાવી અનેકના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સાથે સાથે પક્ષી પ્રેમી પણ ખરા જ પક્ષીઓના માળા વિતરણ કરવા, પીવા માટેના કુંડાનું વિતરણ કરવું યોગ્ય જગ્યાએ પહોંચે એ માટે તમામ વ્યવસ્થા પોતાની રીતે અને દાતાઓના સહયોગથી કરી પોતે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિમય રહી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ કરી રહ્યા છે જે સરાહનીય અને વંદનીય છે.