મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે

પ્રાચીન ભારતીય પરંપરા મુજબ માનવજાતને અપાયેલ અમૂલ્ય ભેટ એટલે ” યોગ વિદ્યા” , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાં સઘન પ્રયાસોથી સયુંકત રાષ્ટ્રસંઘ ની ૧૯ મી સામાન્ય સભામાં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યા જે પ્રસ્તાવ મંજૂર થયો હતો જેના ભાગરૂપે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે છે.

વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧ જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન ૨૧ જૂન  ૨૦૨૪ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારીથી ઉજવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ” સ્વયંમ અને સમાજ માટે યોગની ” થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત  તા. ૧૬ થી ૨૦ સુધી સાપ્તાહિક પખવાડિયા તરીકે ઉજવણીનું આયોજન કરાયું છે. જેથી અલગ અલગ સ્થળો પર યોગની તાલીમ આપીને યોગ બોર્ડ દ્વારા યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં  ધાર્મિક, ઐતિહાસિક, હેરિટેજ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ અને લોકો સ્વેચ્છિક રીતે જોડાઈ રહ્યા છે.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનું આયોજન મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવેલ છે જેમાં ૨૦૦૦ થી વધારે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોગ કરીને આયોજનને  સાર્થક બનાવશે તેમજ આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ, શાળાઓ અને જુદા જુદા એસોસિએશન પણ જોડાશે.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વિશેષ આઇકોનિક સ્થળ તરીકે મોરબીના ઐતિહાસિક સ્થળ મણી મંદિરને પસંદ કરવામાં આવ્યું છે જ્યાં યોગ દિવસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.