આવતીકાલે 21 જૂન શુક્રવાર સૌથી લાંબો દિવસ, વિશ્વ યોગ દિવસ

મોરબી ના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ જણાવ્યું હતું કે 21મી જૂન શુક્રવાર વર્ષ નો સૌથી લાંબો દિવસ રહેશે.રાજયના મહાનગરોમાં દિવસ 13 કલાક અને 30 મિનિટ 21 જૂનનો દિવસ ભારત સહિત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશોમાં દિવસ 12 કલાકને બદલે 13 થી સાડા તેર કલાકનો થતો હોય છે.

21 જૂનનો દિવસ વર્ષમાં સૌથી લાંબો ગણાય છે ત્યારે ભારત સહિત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશોમાં દિવસ 12 કલાકને બદલે 13 થી સાડા તેર કલાકનો થતો હોય છે. આ દિવસે ગુજરાતના મહાનગરોમાં પણ 12 કલાકને બદલે 13 કલાકનો લાંબો દિવસ નોંધાશે. ગુજરાતના મહાનગરોમાં આજે તેરથી સાડા તેર કલાકનો દિવસ નોંધાશે.

21 જૂન ખગોળીય ઘટના માટે મહત્વનો દિવસ છે આજનો દિવસ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશો માટે લાંબો દિવસ હોય છે. પૃથ્વી હંમેશા પોતાની ધરીથી 23.5 ડિગ્રીએ નમીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને તેના કારણે જ આપણે અલગ અલગ સિઝનનો અનુભવ કરી શકીએ છીએ. પૃથ્વીના ગોળાનો ઉત્તરનો ભાગ, એટલે કે ઉત્તર ગોળાર્ધ જ્યારે મહત્તમ સૂર્ય તરફ ઝૂકે છે ત્યારે વિષુવવૃત અને ક્રાંતિવૃત એકબીજાને છેદે છે. આ સમયને સંપાત સમય અથવા તો અયનકાળ તરીકે ઓળખવામાં આવે છે. અયનકાળની ઘટના વર્ષમાં બે વાર 21 જૂન તથા 21 ડિસેમ્બરના રોજ બનતી હોય છે.

સંપાત કે અયનકાળ થાય છે અને આવું વર્ષમા બે વખત બને છે, જેમાં જૂન- 21 એ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે અને ડિસેમ્બર- 21 જેને શિયાળાનો અયનકાળ કહે છે તેમાં રાત્રિનો સમય સૌથી ટૂંકો હોય છે તો 20 માર્ચના દિવસે દિવસ અને રાત્રિનો સમયગાળો એકસમાન નોંધાતો હોય છે. ઉત્તર ગોળાર્ધમાં આવતા દેશોમાં વર્ષનો લાંબામાં લાંબો દિવસ 21 જૂનના રોજ નોંધવામાં આવે છે.

21 જૂન બાદ સૂર્યનુું થાય છે દક્ષિણાયન
21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે તે જ સૂર્ય 14 જાન્યુઆરી બાદ ઉત્તર તરફ ગતિ કરતો હોવાથી ઉતરઅયન એટલે કે ઉત્તરાયણ કહેવાય છે. એટલે આ દિવસે વિશ્વ યોગ દિવસ મનાવાય છે.