મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને D.E.O ઓફિસની પ્રશંસનીય કામગીરી

મોરબી જીલ્લામાં કામ કરતા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય.શિક્ષકો માટે ખાસ જરુરી એવા પોતાના I CARD કે જે શિક્ષકોને રોજ બરોજ ના જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી થાય , જેના માટે શિક્ષકો દ્વારા મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ ને રજુઆત કરવામાં આવી અને શિક્ષકોની આ યોગ્ય રજુઆત મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલના પ્રમુખ મેહુલ દેથરિયાએ મોરબી જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાને આ બાબતે રજુઆત કરતા તરતજ એમને હકારાત્મક વલણ દાખવી મોરબી જીલ્લાના તમામ સરકારી માધ્ય.અને ઉ.માધ્ય.શિક્ષકોના ઓળખપત્ર બનાવી આપ્યા તેમજ શિક્ષકોના જીવનનું અમુલ્ય દસ્તાવેજ એટલે સેવાપોથી જેમા જીલ્લાના તમામ શિક્ષકોની સેવાપોથીમાં આજ સુધીની તમામ પ્રકારની નોંધો એકજ દિવસમાં સંપૂર્ણ પૂરી કરીને પ્રશંસનીય કામગીરી કરેલ છે

આ તકે વહીવટી કુશળ અને શિક્ષકોના પ્રશ્નોને સકય એટલા ઝડપી ઉકેલનાર મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા તેમજ શિક્ષણ નિરીક્ષક એવા પ્રવીણ અંબારીયા અને DEO ઓફીસના તમામ કર્મચારીનો હૃદયથી આભાર પ્રકટ કરતા મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ હર્ષની લાગણી અનુભવી રહ્યુ છે.