શ્રી હડમતિયા કન્યા તથા કુમાર શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

સૌ પ્રથમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ મહાનોભાવોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું, કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી. બાળકો દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ અભિનય રજૂ કરવામાં આવ્યો.

નાયબ નિયામક એમ.જે.અઘારા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી ચંદ્રીકાબેન, મામલતદાર ટંકારા કે.જે. સખીયા, લજાઈ સી.આર.સી. શૈલેષભાઈ સાણજા, પંકજભાઈ રાણસરિયા અને રશ્મિબેન વિરમગામાનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.

મહેમાનોના હસ્તે બાલ વાટિકા અને ધોરણ ૧ ના મળીને બન્ને શાળાના ૭૦ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો., શાળાની વિદ્યાથીની સિણોજીયા વૃંદા દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચાવડા અંજનાબેન દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે અમૃત વચન આપવામાં આવ્યું..

ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રથમ નંબર મેળવેલ શ્રી હડમતિયા કન્યા શાળા તેમજ કુમાર શાળાના બાળકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને NMMS ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું.

નાયબ નિયામક એમ.જે. આધારા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપવામાં આવ્યું., શાળાના શિક્ષક ભાગીયા દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓની માહિતી આપવામાં આવી., ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પણ પર્યાવરણ વિશેની અવેર્નેસ કેળવાય તે હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પધારેલ મહાનુભાવો અને ગ્રામજનોએ સરકાર તરફથી મળતી સાધન સામગ્રી નિહાળી. એમ.જે.અધારા દ્વારા કમ્પ્યુટર લેબની રીબીન કાપી બાળકો માટે કમ્પ્યુટર લેબ ખુલી મુકવામાં આવી.