મોરબી જિલ્લો આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મોરબી જિલ્લાના ભરતનગર રોટરીગ્રામ રવાપર નદી ગામે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ. કે.વઢવાણિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી ના અધ્યક્ષ સ્થાને ગામની પ્રાથમિક શાળાઓમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ બન્યો છે.
ત્યારે મોરબી જિલ્લામાં ભરતનગરમાં આવેલા ગામોમાં મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભરતનગર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૨, બાલવાટિકામાં ૨૫ અને ધોરણ ૧ માં ૨૩ બાળકો, રોટરી ગ્રામની અમરનગર પ્રાથમિક શાળા માં આંગણવાડીમાં ૬, બાલવાટિકામાં ૧૯ અને ધોરણ ૧ માં ૨૫ બાળકોને પ્રવેશ આપ્યો ત્યારે રવાપર નદી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૯, બાલવાટિકામાં ૨૭, ધોરણ ૧ માં ૭ બાળકોને પા પા પગલી કરવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ભણતરનું મહત્વ વધે તેમ જ બાળકોને ભણવાની પ્રેરણા મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સરકારની શિક્ષણને લગતી તમામ યોજનાઓ જે છે તે તમામ યોજનાનો સદઉપયોગ કરીને બાળકને યોગ્ય શિક્ષણ આપવું તે દરેક મા-બાપની ફરજ છે .
દર વર્ષે યોજાતો શાળા પ્રવેશ ઉત્સવ તે દરેક સરકારી શાળાને સારા પરિણામો મળ્યા છે. અને આજે આ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યો છે અનેક બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલી અને શિક્ષકો બંનેની મહત્વની ભૂમિકા છે. અને આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નીપૂર્ણ ભારત ,નીપૂર્ણ ગુજરાત બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ.કે.વઢવાણિયા અને ત્રણેય ગામના સરપંચ તેમજ શાળાના આચાર્યઓ, શિક્ષકઓ, ગ્રામજનો અને બોડી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.