મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩-૦૯-૨૦૨૪ સુધી વાહન વ્યવહાર બંધ કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડનો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે નાળાથી ૬૦૦ મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગ વાળા નાળાથી ૬૦૦ મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાનો રસ્તો ઉપયોગ કરવા જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તા.૨૩-૦૯-૨૦૨૪ સુધી અમલી રહેશે.