રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ HWC ખાતે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરાઈ 

વિશ્વ વસ્તી દિવસ ઉજવણી-2024 અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે ના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ના સહયોગ  થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડીકલ ઓફિસર ડો. નિંકુજ સબાપરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના તમામ HWC ખાતે વિશ્વ વસ્તી દિવસ -2024 ની ઉજવણી કરવામાં આવેલી.
જેનાં અંતર્ગત “વિકસિત ભારત ની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી ની શાન” અંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષ નું અંતર રાખવું, કુટુંબ નીયોજન માં પુરુષો ની ભાગીદીરી, કુટુંબ નિયોજન ની વિવિધ પદ્ધતિઓ નો ઉપયોગ વગેરે બાબતો ની જન જાગૃતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના તમામ HWC ખાતે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ.
આ ઉજવણી ને સફળ બનાવવા માટે ટીમ રંગપરના વૈશાલીબેન રાઠોડ, હાર્દિકભાઈ વાળા તેમજ HWC તમામ CHO  MPHW  FHW એ ખુબજ જહેમત ઉઠાવેલ