મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જે ૧૦ દીકરીઓ ને નિઃશુલ્ક મહેંદી અને બ્યૂટી પાર્લર નો કોર્સ કરાવવામાં આવ્યો હતો, એ ૧૦ દીકરીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આ કોર્સ જરૂરીયાતમંદ દીકરીઓને નિકટ ભવિષ્યમાં જીવિકાને આગળ વધારવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા મુસ્કાન ના સભ્યો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે, રાજકોટની નિષ્ણાત બ્યુટિશિયન અમિતાબેન એ એક દીકરી ને તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને ડેમો આપ્યો. આ અંતર્ગત, તેમણે વિવિધ પ્રકારના ઉત્પાદનોની માહિતી પણ આપી.