પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ના ચમનપર ગામે ડો. પ્રશાંત બાગ માં હજારો વૃક્ષોનું કરાયેલ વાવેતર

મોરબી માળિયા ના જાગૃત  એવા ચમનપર ગામે પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડોક્ટર પ્રશાંતની સ્મૃતિમાં વિવિધ પ્રકારના 3500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચમનપર ગામે ડો પ્રશાંત બાગ નું નિર્માણ કરી સમગ્ર મોરબી પંથકને એક અનેરો રાહ ચિધ્યોછે. ચમનપર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી શીતલ જગદીશ ચારોલા યોજીત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા તેમજ તેમના ધર્મપત્ની સુશીલાબેન મેરજા ખાસ ઉપસ્થિત રહી ગ્રામજનોને પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના” એક પેડ માં કે નામ ,’ સંકલ્પને સાકાર કરવા ગામના પ્રત્યેક ગ્રામજનોએ મોટી સંખ્યામાં સ્વજનનો નામે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વન અધિકારી તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનો તેમજ અધિકારીઓએ વૃક્ષનું મહત્વ સમજાવી ચમનપરના આ કાર્યની પ્રશંસા કરી હતી.

આદર્શ યુવક મંડળ ના પ્રમુખ છગનભાઈ અઘારાએ ચમનપર બહાર વસતા ગામ લોકો તરફથી મળતા  સહકારની પ્રશંસા કરી હતી. તેમજ “પ્રશાંત બાગ” નામાભિધાનની જાહેરાત કરી હતી. આપસંગે ગામના સપૂત બ્રિજેશ મેરજા એ ભાવવિભોર વાણીમાં  જન્મભૂમિ ના અનેક સ્મરણો સાથે ચમનપર ગામના ગ્રામજનોની ભાઈચારાની ભાવના ને બિરદાવી હતી તેમજ પ્રસંગોપાત ચમનપર ગામે સૌ ને  પરિવાર પ્રેમ નું દર્શન કરાવ્યું છે. આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી જગદીશભાઈ અઘારા ,શ્રી મનીષ વાઘડીયા, મનસુખ છત્રોડા વલમજી ચારોલા, અશ્વિન ભીમાણી,સુનીલ અઘરા,પ્રવીણ કાવર ,ગિરીશ હિરાણી , જગદીશ ભટ્ટી, રમેશ ગોઠી, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.

આમ માત્ર 500 ની વસ્તી ધરાવતા આ નાનકડા એવા પ્રગતિશીલ ગામ ચમનપરમાં ડો પ્રશાંત બાગ, ઈશ્વર વન થકી હરિયાળી લહેરાવાનું એક સ્તુતિય પગલું ભરી ગામનું નામ રોશન કર્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી જગદીશ ની ટીમે કર્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી ગોર મહારાજ પંડ્યા એ કર્યું હતું. જેમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્વે બ્રિજેશ મેરજાએ ચમનપરમાં આવેલ મારુતિ ધામ ,સ્વામિનારાયણ મંદિર રામ દરબાર ચોરા મંદિર દેવ દર્શન કર્યા હતા. તેમજ નવનિર્મિત પામી રહેલ શિવાલય ના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.