ગુરૂ પૂણિઁમાં ના પાવન પર્વ નિમીતે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિની અને સામાજિક સમરસતા દ્વારા મોરબી શહેર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના મંદિરો અને આશ્રમ મા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદ નો લાભ લિધો.
જેમાં મુખ્ય નરસંગ મંદિર, સંસ્કાર ધામ સ્વામીનારાયણ મંદિર , BAPS સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ , કલ્યાણદાસજી બાપુ ના આશ્રમ , કબીર આશ્રમ, શક્તિ માતાજી મંદિર સનાળા, ઉમિયા આશ્રમ તેમજ અન્ય ૩૦ દેવસ્થાન ના સાધુ સંતો ના આશીર્વાદ અને પુજન નો લાભ લિધો હતો.