મોરબીની પી. જી. પટેલ કોલેજમાં સ્વતંત્રતાનો સુવર્ણ અધ્યાય શીર્ષક 15 મી ઓગસ્ટ 2024 ના રોજ 78 માં સ્વાતંત્ર પર્વની મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક પ્રોફેસર અવસર ભાઈ ગોધાણી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ અને મુખ્ય અતિથિ પ્રોફેસર અવસરભાઈ ગોધાણીના હસ્તે ધ્વજવંદન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ સ્વાતંત્રતા પર્વને અનુરૂપ અલગ અલગ થીમ પર પોતાના વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા સાથે સાથે કોલેજમાં કોલેજકાળના અભ્યાસ દરમિયાન અદકેરી સીધધી મેળવનાર વિદ્યાર્થીઓ કે જેઓએ યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ મેળવેલ છે તેમજ પ્રથમ બીજો અને ત્રીજો ક્રમાંક મેળવેલ છે અને અલગ અલગ સ્પર્ધાઓમાં કોલેજનું નેતૃત્વ કરેલ છે તેવા વિદ્યાર્થીઓને શીલ્ડ અને કોલેજ પીન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક પ્રોફેસર અનિલભાઈ કંસારા દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફ એ આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન હેઠળ જેહમત ઉઠાવી હતી.