મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નીમીતે મોરબી ખાતે શોભેશ્ર્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ની બાળા ઓ સાથે રક્ષા બંધનની ઉજવણી કરી હતી અને વિકાસ વિધાલય ની ૧૦૧ બાળા પાસે કલ્બ ના મેમ્બરો એ રાખડી બંધાવી પરંપરાગત રીતે મોં મીઠા કરાવી બહેનો પાસે થી આશીઁવાદ મેળવેલ અને ભેટ આપી હષાઁઉલ્લાસ ભેર રક્ષાબંધનની ઉજવણી કરવા માં આવી.
ત્યારે વિકાસ વિધાલય ની બાળા ઓ માં રાખડી બાંધતા સમયે એક અનેરો ઉત્સાહ અને મુખ પર આનંદ સહ સ્મીત જોવા મળ્યો ત્યારે આ પ્રસંગે ઈન્ડીયન લાયન્સ ક્લબ ના પ્રમુખ રુચિરભાઈ કારીયા સહીતના સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.