5 સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ તકે મોરબી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ માં પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળામાં ફરજ બજાવતા અને હાલમાં જ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયેલ દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને ટંકારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટંકારા તાલુકાના તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સી.આર.સી શૈલેષભાઇ સાણજા તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભારતીબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.