મોરબી ભાજપ જિલ્લા પ્રમુખની વરણી અમુક નેતાઓને હજમ ના થઈ !!

મોરબી જિલ્લામાં ભાજપ તરીકે સંઘ ના જયંતિભાઈ રાજકોટીયાની નિમણુંક કરવામાં આવી છે ત્યારે આ વાત થી ભાજપના અમુક નેતાઓના મુખનું હાસ્યની છીનવાય ગયું છે !! મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે અનેક લોકોના નામ પ્રમુખની રેશ માં હતા અને પ્રમુખ બનવાના સપના જોવા લાગ્યા હતા મોરબી માં બે જૂથ વચ્ચે ચાલતી લડાઈ માં અચાનક નવું નામ આવી જતા બને જૂથો ના લોકોના મુખનું હાસ્ય ઉતરી ગયું છે

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી બે જૂથ વચ્ચે આંતરિક જૂથવાદ ચાલે છે તે જોતા મોરબી માં હાઈકમાન્ડ દ્વારા સંઘના જયંતિભાઈ રાજકોટીયાની નિમણુંક કરવામાં આવી છે જેના કારણે બને જૂથો વચ્ચે ચાલતો પ્રમુખ નો દાવો દૂર થઈ ગયો છે અને પ્રમુખના સપના માંથી બહાર આવી ગયા છે પણ ભાજપ અને સંઘ હંમેશા તેના વિશ્વાસું ને જ મુખ્ય હોદા પર બેસાડતું હોય છે

જયંતિભાઈ રાજકોટીયા સંઘના પીઢ કાર્યકર છે જેના કારણે મોરબી જિલ્લા ભાજપ ને અનેક ગણો લાભ પ્રાપ્ત થશે અને તેમના કાર્યકરની પદ્ધતિ સહજ અને સરળ છે જે નાનામાં ના કાર્યકરને તેનો લાભ પ્રાપ્ત થશે