મોરબી શહેરમાં વી. સી. પરા વિસ્તારમાં આવેલા આંબેડરનગરમાં સ્વાવલંન ની દૃષ્ટિએ મહિલા રોજગારમાં આગળ વધે, સ્વ નિર્ભર બને તે હેતુથી ટ્રસ્ટ દ્વારા સીવણ કેન્દ્ર છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે ચલાવવામાં આવે છે.સમગ્ર વર્ષમાં કુલ ૩ તાલીમી બેન્ચ દ્વારા બહેનોને સીવણ કામ શીખવવામાં આવે છે.
તાલીમ પૂર્ણ કરેલ ૨૨ બહેનોને તાલીમ પૂર્ણ કર્યા અંગેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.આ પ્રસંગે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા, ડો.જ્યદીપભાઈ કંઝારિયા, પારસભાઈ વોરા, લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રણજીવનભાઈ વિડજા,જેઠાભાઈ કવૈયા,વિનુભાઈ શુક્લ તેમજ કેન્દ્ર સંચાલક આરતીબેન ઉપસ્થિત રહ્યા હતા.