મોરબી: ભારતીય બંધારણના ઘડવૈયા, વિશ્વવિભૂતિ, મહામાનવ, ભારતરત્ન, બોધિસ્તવ, નારી મુક્તિદાતા, કરોડો શોષિત વંચિતોના ઉદ્ધારક ડો.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિતે સમાજ ઉધારકતા માટે આજ રોજ સો ઓરડી ચામુંડા નગર મારુતિ પ્લોટ વિસ્તારમાં યુવાનો દ્વારા બહુજન સમાજમાં ક્રાંતિ લાવવા માટે સોસાયટીના રહીશોમાં મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચારો લેખિત ગુલામગીરી પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં સોસાયટીના યુવાનો આકાશભાઈ પરમાર, સાવન સોલંકી, અશ્વિન વણોલ, ક્રિશ સોલંકી, આર્યન પરમાર, મનીષ સોલંકી, ખુશાલ પરમાર, જિજ્ઞેશ પરમાર, બિમલ સોલંકી, સની મકવાણા, રિતેશ મકવાણા, નરેશ સોલંકી, હાર્દિક પરમાર, સુજલ ચૌહાણ, દેવ ચૌહાણ, પ્રિન્સ વણોલ, દિનેશ પરમાર, કિશોર પરમાર, દીપેશ પરમાર, લલિત બોસિયા, સાગર વણોલ, પંકજ સોલંકી,દેવજી મકવાણા સહિતનાઓ દ્વારા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.