માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો ઉપયોગ ફક્ત માછીમારો માટે જ કરી શકાશે

જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં  જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી શકશે. બોટનો મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે જ ઇજારો આપવામાં આવેલ છે જેથી જળાશયો અને ગામ તળાવમાં બોટનો ઉપયોગ માત્રને માત્ર ફિશિંગ પ્રવૃતિ માટે જ કરવાનો રહેશે.

ફિશીંગ પ્રવૃતિ સિવાય અન્ય કોઈ પ્રવૃતિમાં બોટનો ઉપયોગ કરવાનો રહેશે નહી.  ફિશિગ પ્રવૃતિ સિવાય બોટના ઉપયોગ જાણ થશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.