હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMa-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે આવતીકાલે તા.18ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાકે રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાછળ, બાપા સીતારામ ચોક ખાતે આવેલ “મંત્ર આયુર્વેદ-પંચકર્મ અને વંધ્યત્વ નિવારણ સેન્ટર” ખાતે ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ડો.હાર્દિક કાસુન્દ્રા સેવા આપશે. કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરવા માટે મો.92288 00108 પર વોટ્સએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.