વાંકાનેર અત્રેની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની ધોરણ ૧૧ની વિદ્યાર્થીની ઝાલા ગાયત્રીબા વિરેન્દ્રસિંહ તેમજ નિર્મલા કોવેન્ટ સ્કૂલના વિદ્યાર્થીની યોગીનીબા મહાવીરસિંહ ઝાલા અને સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થી વંશરાજસિંહ ઝાલાએ International Conference on Mahakala: The Master of Time માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોનસોલેશન ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારત સરકારના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઉજ્જૈન ખાતે એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશન તા. ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી. એમાં ગાયત્રીબા અને તેમની ટીમ દ્વારા સમયમાપન સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસ અંતર્ગત Equatorial Sundial, Shanku Yantra, Horizontal Sundial અને Polar Sundial ધનુર યંત્ર, માન યંત્ર જેવા યંત્રોનું નિર્માણ તેમના ટીમ મેમ્બર યોગીનીબા ઝાલા વંશરાજસિંહ ઝાલાની સાથે રહીને મહાવીરસિંહ ઝાલા અને નિર્મલા કોવેન્ટ સ્કૂલના માર્ગદર્શન હેઠળ નિર્માણ કર્યું હતું તેમની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ, સિદ્ધાંતો અને ઉપયોગિતાનું સુવ્યવસ્થિત પ્રસ્તુતીકરણ પણ મહાવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ થયું. પ્રસ્તુતિમાં પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક પરંપરા અને આધુનિક અભિગમનો સુમેળ દર્શાવવામાં આવ્યો હતો, જેમને નિષ્ણાતો દ્વારા વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.

તેમની સંશોધનાત્મક દૃષ્ટિ, સર્જનાત્મકતા અને વિષયની ઊંડી સમજના આધારે તેમને ત્રીજો ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ટીમને રૂ. ૧૫,૦૦૦ જેટલી રકમનું પુરસ્કાર પણ મળ્યું હતું
આ ગૌરવ પૂર્ણ અવસરે શાળાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાભારતી ટ્રસ્ટ ના પ્રમુખશ્રી અમરશીભાઈ મઢવી તથા શિક્ષકગણ દ્વારા ગાયત્રીબાની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને મહાવીર સિંહ ઝાલા ની સમગ્ર ટીમને બીરદાવી છે. સાથે જ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથા સંશોધનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાની પણ નોંધ લીધી હતી.
આ સિદ્ધિ શાળા માટે વાંકાનેર માટે અને ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહી છે અને સમગ્ર શાળા પરિવારમાં આનંદ તથા ગૌરવની લાગણી વ્યાપી છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા મહાવીરસિંહ ઝાલા અને એની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

