મોરબી અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણપતિ બાપાને 56 ભોગ અન્નનકુટ ધરાયો 

મોરબી ના અંબિકા રોડ પર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન ગણપતિ બાપા નો 56 ભોગ અન્નનકુટ ધરાયો છેલ્લા 3 વર્ષ કોરોના કાળ માં બંધ રહેલ ગણેશ મહોત્સવ બાદ આ વર્ષે મોરબી શહેર માં ગણેશ મહોત્સવ ના ઠેર ઠેર નાના મોટા આયોજનો કરાયા છે.

જેમાં મોરબી ના અંબિકા રોડ પર એક આયોજન અલગ જ જોવા મળ્યું જેમાં 6 વર્ષથી 14 વર્ષથી નાની ઉંમરે ના સગીર બાળકો એ અંબિકા બાળ યુવા ગ્રૂપ ટીમ દ્વારા અંબિકા રોડ કા રાજા ગણેશ મહોત્સવ નું આયોજન કર્યું છે.જેમાં ગણપતિ દાદા ને 56 ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો આ ગણેશ મહોત્સવ માં બાળકો દ્વારા જ દાંડિયા રાસ સહિત મનોરંજન ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.દરરોજ રાત્રે બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે.કોરોના કાળ બાદ આ વર્ષે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવતા અંબિકા રોડ ના બાળકો માં ગણેશ મહોત્સવ ઉજવવાનો અનેરો થનગનાટ જોવા મળ્યો છે.

આ મહોત્સવ ના આયોજન માં ગણપતિ બાપાની ની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકો ની ટીમ દ્વારા કરવામાં આવતા અભિનંદન ને પાત્ર બન્યા છે. અંબિકા રોડ ના રહેણાંકવાસીઓ ગણેશ મહોત્સવ નો ભરપૂર આનંદ લઈ રહ્યા છે ગણેશ મહોત્સવ ને સફળ બનાવવા રામશી રબારી, કાનો જોગડીયા, ગૉસાઈ પાર્થગીરી, આદિત્યરાજસિંહ ચૌહાણ, કાનજી દેગામા, વિરરાજસિંહ ચૌહાણ, ધ્યાનમ જોષી, સહિત બાળ યુવા ટીમે જહેમત ઉઠાવી હતી