શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માં વસતા ભુદેવ પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાસ ગરબા કાર્યક્રમમાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને દૂધ પૌવા નો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી જીતુભાઈ મેહતા,પ્રશાંતભાઈ મેહતા,કિશોરભાઈ શુક્લ,ભૂપતભાઇ પંડ્યા,મુકેશભાઈ જાની,રાજુભાઈ ભટ્ટ,મધુભાઈ ઠાકર,નરેન્દ્રભાઇ મેહતા,બી.કે. લહેરુ,નિમેષભાઈ અંતાણી,નરેન્દ્રભાઇ જોષી(નરૂમામાં), કેયુરભાઈ પંડ્યા,અમૂલભાઈ જોષી,જગદીશભાઈ ઓઝા,અંબરિશભાઇ જોષી,દિનેશભાઈ પંડ્યા,મુકુંદભાઈ જોષી,નીરજભાઈ ભટ્ટ,ચિંતનભાઈ ભટ્ટ,જગદીશભાઈ ભટ્ટ,સુરેશભાઈ ત્રિવેદી,અમિતભાઈ પંડ્યા,મહિધરભાઇ દવે,રિપુંજભાઈ પંડ્યા,એન.એન. ભટ્ટ સાહેબ,નીલાબેન પંડિત,દર્શનાબેન ભટ્ટ,પારૂલબેન ત્રિવેદી,દક્ષાબેન જોષી વગેરે બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે એ ભારે જહેમત ઉઠાવી હતી.





